કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

એ ય દીકરી - સુરેશ જાની

Posted by સુરેશ on June 4, 2007

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજ્યું કેવા દુખથી એ મહીયર મધ્રુરું !
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે! એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

3 - જુન, 2007ના રોજ ‘સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત

2 Responses to “એ ય દીકરી - સુરેશ જાની”

  1. પ્રતીક નાયક Says:

    બા બની ઘરના બધા મા,
    એકતા રાખી એ ય દીકરી.

  2. sunil shah Says:

    દીકરીના જુદા–જુદા સ્વરુપોની, જુદી જુદી ભુમીકાઓની કડવી–મીઠી ઝલક દર્શાવતી સુંદર રચના.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>