ગુજરાતી લીપીમાં ધ્વની અભ્યાસ
Posted by સુરેશ on June 10, 2007
મેળાપની વેળા જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ મેહુલના મનમાં વીચારો કમળના પાન પર રહેલાં જળબીંદુઓની જેમ ચમકતા હતા. ‘શું શોભના દોડીને તેને આવકારશે કે, મોંઢું ચઢાવીને ચાલતી પકડશે?’
————————————————–
ઉપરના એક સાવ નાના વાક્યનો આપણે અભ્યાસ કરીએ. આ અભ્યાસમાં માત્ર ‘અ’, ’એ’ અને ‘ઓ’ ની બારાખડી ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલું છે. જે જે અક્ષરો થોડી મોટી માત્રામાં બોલાય છે તેમને અહીં લાલ દર્શાવ્યા છે. જે જે અક્ષરો થોડી નાની માત્રામાં બોલાય છે તે વાદળી અક્ષરે દર્શાવ્યા છે.
બહુ જ સરળતાથી આપણે અહીં જોઇ શકીએ છીએ કે, જેમ બોલીએ છીએ તેમ આપણે લખતા હોતા નથી. અને આ બધાને ચુસ્તીથી જુદા તારવવા લીપી સર્જીએ તો તે કેટલી ક્લીશ્ટ થઇ જાય. આપણને આમ જ વાંચવા ટેવ પડેલી છે, માટે આપણને તે સહેજ પણ કઠતું નથી. હવે આ જ વાક્ય સામાન્ય રીતે લખેલું વાંચો -
—————————————————–
મેળાપની વેળા જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ મેહુલના મનમાં વીચારો કમળના પાન પર રહેલાં જળબીંદુઓની જેમ ચમકતા હતા. ‘શું શોભના દોડીને તેને આવકારશે કે, મોંઢું ચઢાવીને ચાલતી પકડશે?’
Posted in ભાશા, સુરેશ | 1 Comment »