એક બીજો પ્રયોગ !
Posted by સુરેશ on June 12, 2007
પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!
અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો….. જુઓ આ ગઇકાલ રાતનું સર્જન -
ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.
આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!
હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…
Posted in ભાશા, સુરેશ | 8 Comments »