એક બીજો પ્રયોગ !

પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!

અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો…..  જુઓ આ ગઇકાલ રાતનું સર્જન  -

ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!

હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…
   

8 Responses to “એક બીજો પ્રયોગ !”

  1. Vinay Says:

    લાજવાબ…

    શિયાળ અને કુતરાના ભાષાંતરીત વાક્યમાંથી છુટ્યા…

  2. sunil shah Says:

    અદ્ ભુત ! આવા નવાનવા પ્રયોગો કરતા રહો..મઝા આવે છે.

  3. Kartik Mistry Says:

    શિયાળ અને કૂતરાનું ભાષાંતરિત વાક્ય આ બંદાનું છે..

  4. Nilesh Vyas Says:

    દાદા.. તમારી કવીતામાં તો બોવ મજા આવી ગઈ
    પણ કુતરૂં ને શીયાળની ભાશા ??? ઈમા મને તો કાંઈ ના હમજાણું !!!

  5. pinaldave Says:

    દાદા.
    જોરદાર. જલસા પડી ગયા વાંચીને.બહુ ગમ્યુ.
    પિનલ દવે

  6. dhavalrajgeera Says:

    BHAI SURESH,
    YOU ARE TRYING TO USE YOUR BRAIN THE BEST WITH NEW IDEAS.
    GOOD LUCK.


Comments are closed.