કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 17th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 17, 2007

કોલસા લાલ આંખ કરે

તો રસોઇ પાકે.

Posted in ચાંદરણા | No Comments »

17 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 17, 2007

પુજાલાલ દલવાડી નો જન્મદીન -  1901

  • સુરજદેવે આંખ ઉઘાડી હીંગળોકશી ઉગતે પ્હોર,
    બીવડાવીને રાત ભગાડી, મુકી કાજળ કાળી ઘોર.

_________________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

16 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 17, 2007

‘કાંત’  ની પુણ્યતીથી -  1923 ; અત્યારના પાકીસ્તાનમાં ટ્રેનમાં

  • જલધીજલદલ ઉપર દામીની દમકતી, વ્યામીની વ્યોમસરમાંહી સરતી;
    કામીની કોકિલા, કેલી કુજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. 
  • જીવનઝાંખી

_________________________________________________

Posted in કેલેન્ડર | 1 Comment »

રહી જશે- સૌપ્રિય સોલંકી ‘શૈલ’

Posted by સુરેશ on June 17, 2007

તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે,
નીભાવવાના જે વા’દા, તે ફકત વા’દા જ રહી જશે.

વીતેલા દીવસો તમે તો, ભુલી જશો ઘડીકમાં,
પણ જીંદગીભર અમને, એ તડપાવતા રહી જશે.

અદાઓ બધી તમારી, કલામય લાગે છે,
નજર પડશે કોઈ કલાકારની, તો ચીત્રો બનાવતો રહી જશે.

સજીધજીને આમ, બહાર ન નીકળશો,
નહીં તો આ જોઈ કુદરત પણ, હેરાન થઈ જશે.

વારંવાર તમે આમ, શમણામાં ન આવો,
નહીં તો આ “શૈલ” તમારી, કવીતા બનાવી દેશે.

 - સૌપ્રિય સોલંકી ‘શૈલ’

Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 1 Comment »