Posted by સુરેશ on June 21, 2007
મળી હુંફ ધરાને
સુરજના
ઉશ્ણ–પ્રેમની,
દોડયા જળ આકાશે
ઓગળી પ્રેમમહીં.
ને
બંધાયું પારણું
સ્નેહસભર વાદળોથી.
ને
ખુશીની એ પળે
વરસ્યો મેહુલો.
થઈ ધરા તૃપ્ત
સ્નેહથી ભીંજાઈને.
- સુનીલ શાહ
Posted in અછાંદસ, સુનીલ શાહ | 2 Comments »
Posted by સુરેશ on June 21, 2007
ડોક્ટર પોલીસ નથી એટલે
મૃત્યુ પર ચાંપતી નજર રાખે છે.
એને કાબુમાં લેતા નથી.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on June 21, 2007
મોહનલાલ પંડ્યા નો જન્મદીન - 1872 ; કઠલાલ
- ” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી.
સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. “
- ‘ડુંગળીચોર’ તરીકે પ્રખ્યાત સ્વાતંત્ર્યસેનાની
- જીવનઝાંખી
_________________________________________________
Posted in કેલેન્ડર | No Comments »