કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June 23rd, 2007

તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on June 23, 2007

કાલની તો આજ થઈ,
ને
આજની થશે ય કાલ;
છતાં તુ  ના’વી મારી પાસ.

આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !

મળવા તને હું જીવું 
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,

છતાં તુ ના’વી મારી પાસ

- રાજેન્દ્ર ત્રીવેદી

        ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!        

       રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની!  આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર  ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.

     બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ   કરાવતા રહે.

Posted in અછાંદસ, રાજેન્દ્ર ત્રીવેદી | 16 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 23, 2007

આખી જીંદગી કારમાં ન બેઠેલો એમ્બ્યુલન્સમાં જાય છે.

Posted in ચાંદરણા | No Comments »

23 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 23, 2007

વીભુત શાહ  નો જન્મદીન  -  1933, નડીયાદ

ઇલા આરબ મહેતા નો જન્મદીન -  1938, મુંબાઇ

  • ” અમારો વેપાર ખાલી હોલસેલ નથી, રીટેઇલીંગ પણ છે ને અમારી પોતાની ફેક્ટરીમાં પણ બનાવેલો છે. “ 
  • જીવનઝાંખી 

પ્રબોધ પંડીત નો જન્મદીન -  1923

ગીજુભાઇ બધેકા ની પુણ્યતીથી -  1939

  • બાળકોની મૂછાળી મા
  • “આવોને પારેવાં, આવો ને ચકલાં,
    ચોકમાં દાણા નાખ્યા છે. “ 
  • જીવનઝાંખી

_________________________________________________

Posted in કેલેન્ડર | No Comments »