Posted by: સુરેશ | June 23, 2007

તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી

કાલની તો આજ થઈ,
ને
આજની થશે ય કાલ;
છતાં તુ  ના’વી મારી પાસ.

આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !

મળવા તને હું જીવું 
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,

છતાં તુ ના’વી મારી પાસ

- રાજેન્દ્ર ત્રીવેદી

        ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!        

       રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત – અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની!  આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર  ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા – જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.

     બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ   કરાવતા રહે.


Responses

  1. ભાઈ સુરેશ,

    આતો,
    યાદ ને વિરહ ભેગા થયા.
    મારા મગજ ના કેન્દ્રમાં લાગી આગ,
    સરી પડયા શબ્દ આસું બની આ કાવ્યમાં,
    મારા મન ને શાંત કરવા….
    ને આવ્યા તારી પાસ.
    મને મોટો મા કર કહી ન્યુરો સરજન,
    હવે તો છું મગજનો ડોકટર,સાયકાએટરીસ્ટ.
    આતો તાર કહેવાથી આ ઇન્ટરનેટ પર,
    માંડયો છું લખવા તું વાંચ !!

    રાજેન્દ્ર

  2. શું ખુલ્લી આંખે પણ ઉભેલા ગીતાબેન ન દેખાણા પાસ?

    ગીતાબેન શું વાત છે? જોજો સર્જન કરતાં કોક કવિતા યાદ આવશે તો દરદીની નસો પણ હાસ્ય નસોમાં બદલાઈ ન જાય!!!!!!!!!!!

  3. સુરેશભાઈ,
    તમારું “કાવ્યસુર”નું સંગીત નેટજગતને અવનવીન વ્યક્તીત્વોના સમુહગાન તરફ લઈ જઈને અનેક સંતાયેલાં સુરોને ખેંચી લાવશે !!
    સારું કર્યું તમે આ નવોદીતોનો ( રાજેન્દ્રભાઈને તો નવો.પણ કહેવાશે નહીં) એક સાથે મુકામ કરાવ્યો છે આ “કાવ્યસુર”સંગમમાં.

    જોકે સરખામણી બરાબર ભલે નથી પરંતુ ‘કુમાર’ના બચુભાઈ રાવતે જે કાર્ય કર્યું અનેક કવીઓને સર્જવા-ઘડવાનું તેવું જ કંઈક આ “કાવ્યસુર”નું કહું તો કસમયનું તો નથી જ.આને વધુ ને વધુ નવોદીતોથી સભર કરો અને શણગારો એવી આશા-અપેક્ષા છે.

    રાજેન્દ્રભાઈનું સ્વાગત !

  4. Daktar, Tame to Sarjan chho ke
    Visarjan?

  5. मारा सह-व्यावसायीकोने भाषामा रस लेता जोईने गर्व अनुभवुं छुं. सुरेशभाई, आ ब्लॉग माटे तमने धन्यवाद!
    नीशीथ

  6. બચુભાઇ રાવત અને કુમાર ક્યાં અને હું અને કાવ્યસુર ક્યાં ? !
    ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ?
    કુમારની બુધસભામાં તો ગુજરાતની મોટી મોટી હસ્તીઓ ઘડાઇ છે. ‘કુમાર’ માં કવીતા છપાય તે હોલમાર્ક ગણાતો.

  7. nice to know that…congrats to both of u..!

  8. મેં સરખામણી કરવા ખાતર કરી છે. પણ હેતુ તો હજી એ જ છે કે આ કાર્યને સરખાવવું હોય તો તે કાર્યની સાથે જ. તમે બ.રા. નથી, ભલે. પણ તમારો બ્લોગ નવોદીતો માટે એક નવી શરુઆતનો બની ‘રહ્યો’ છે તેનું
    શું ? એવો સંકોચ શા માટે ?

    કાલે આ કાર્યની ગુણવત્તા “વધશે” અને “સમજાશે” અને સૌનો સહકાર હશે તો “સ્થપાશે” પણ ખરી.

    હજી વીદ્વાનો આપણા આ નાનકડા કાર્યમાં ભળ્યા જ નથી. તેઓ પણ ખેંચાઈને આવશે અને તમારા કવીઓને મદદરુપ બનશે. આપણું ગજુ ભલે નાનુ છે પણ મસ્તક કે નીશાન નીચું નથી !

  9. ડૉકડર સાહેબ, સારી શરુઆત સાથે પધાર્યા છો…આવતા રહેજો, મુ.સુરેશભાઈને ૪૫ વર્શે મળ્યા તેવું અમારા
    જેવા વાચકો સાથૈ ન કરતાં..બોલો આપો છો પ્રોમીસ?

  10. સુરેશભાઈ તમે મને સવીતા વાંચતો કર્યો. મઝા આવી ગઈ.
    રતીભાઈ

  11. સરજન થી વિસરજન થાય દુ:ખનુ.

    યાદ ને વિરહ તણુ.

    મન વાતો કરી શોધે કવિતા.

    મન મન્થનથી માણે નિપજેલ કવિતા…. રાજની.

    બધા વાંચો આ જગત ભર.

    સરજન છુ ને વિસરજન કરું દુ:ખનુ.

    રાજેન્દ્ર

  12. Wah Wah Mara Kavi !!

  13. Dr. Rajendra-ji ne kamal kar diya.

    Neurologist vichare chhe ke Anesthesia vadhero nathi apay gayo ne !
    Good – It isnpires others – hope me too – to write something !

    Hasavta Raho – All the best.

  14. સુંદર કવિતા…

    અભિનંદન, રાજેન્દ્રભાઈ…. આમ પહેલી નજરે જોઈએ તો આખી કવિતા અછાંદસ લાગે પણ ધ્યાનથીએ વાંચીએ તો ગીતોના છંદની ઘણી નજીક નજીક પહોંચી ગઈ છે આ કવિતા…

    આમાં ને આમાં
    મારી આંખો બીડાઈ ગઈ,
    ખુલતાં શું થાશે પ્રભાત !

    -આ આખા અંતરામાં છંદ યોગ્ય જળવાયો છે…

  15. Welcome RajuKaka! Tame pan amari Naat maa jodai gaya.

  16. wonderful attempt
    Suresbhai e kavita no ’saresh’ tamne pan lagavi didho!


Leave a response

Your response:

Categories