થોડા સમય પહેલાં ‘હાસ્ય દરબાર ‘ પર અનેકાર્થી શબ્દો શોધવાની રમત માટે બધાને ઇજન આપ્યું હતું. તેના પરીણામ તો ત્યાં આજે આપ્યા છે. પણ અહીં આ બધા શબ્દોનું સંકલન કરીને એક સંગ્રહ બનાવ્યો છે - અનેકાર્થી શબ્દોનો. માત્ર શ્રુતી અને સ્મૃતીના આધારે, કોઇ પણ જાતના પુસ્તક કે શબ્દકોશનો સહારો લીધા વગર, ભાગ લેનાર બધાના સહકારથી આ સંગ્રહ બન્યો છે. અહીં કક્કાવાર 130 શબ્દો આપ્યા છે. આમાંના ઘણા શબ્દો તો એવા છે કે, જેમાં લીપી કે ઉચ્ચારનો કોઇ જ ફેર નથી. આખી ભાશામાં તો આવા અનેક શબ્દો હશે. વાક્યમાં માત્ર સંદર્ભથીજ શબ્દનો કયો અર્થ સમજવો તે અભીપ્રેત થતું હોય છે. તમારી ઇચ્છા હોય તો આ સંગ્રહમાં વધારો કરી શકો છો.
હવે સાવ સામાન્ય બુધ્ધીથી એટલું વીચારીએ, એક ’ ઈ ‘ અને એક ‘ઉ’ રાખવાથી આમાં બીજા થોડા શબ્દો ઉમેરાશે તો કાંઇ આભ તુટી પડવાનું છે ? સામે આપણને લખવાની કેટલી બધી સરળતા થશે?
મને તો થઇ જ છે.
______________________________________________________________________
અ —– અંતર, ઉભરો
ક —— કર, કરો, કરોડ, કાટ, કામ, કોણ
ખ —– ખાતર, ખાલી, ખીલ
ગ —– ગણ, ગમ, ગયા, ગરમ, ગોળ
ઘ —– ઘટ, ઘડી, ઘાટ
ચ —– ચાલ, ચાહ, ચોખા, ચોરે
છ —– છાપરું
જ —– જમ, જરા, જાગ, જાડું, જાન, જામ, જાર, જીભ, જોડ, જોડા
ઝ —– ઝાડો
ડ —– ડોલ
ત —– તજ, તપ, તાર, તારા, તાલ
દ —– દડ, દમ, દળ, દાટ,દીન, દોર
ધ —– ધાર
ન —– નભ, નવ, નાગા, નાચ, નીર
પ —– પકડ,પક્ષ, પટ, પડ, પડી, પાટો, પાડ, પાણી, પતી,પાદ,પાર, પાળ, પીતા, પુર, પુરી, પુલ
ફ —– ફરસી, ફાટ, બલી, બસ, બાર, બાલ, બાળ, બોલ
ભ —– ભાગ,ભાવ, ભુત
મ —– મગ, મરી, મા,માજી, માન, મારી, માળા, મોદ, મોલ
ર —– રવી, રવો, રાગ, રાહ
લ —– લગન, લાખ,લાલ, લીલા, લીલો
વ —– વટ, વડી, વધુ, વન, વાટ, વાત, વાદળી, વાદી, વાર, વાસ, વાળ, વાળી, વીણ, વીશય, વીશી, વ્યાસ
શ —– શાહી, શીવ, સર, સવા, સામો, સાલ, સાળા, સીડી, સુર, સુરત, સેલ, સોલ, સોળ
હ —– હઠ, હરણ, હાર, હીરો