Archive for June 27th, 2007
આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on June 27, 2007
ફુલની પ્રતીશ્ઠા એની સુગંધ છે.
Posted in ચાંદરણા | No Comments »
27 - જુન - વ્યક્તીવીશેષ
Posted by સુરેશ on June 27, 2007
ધીરુભાઇ ઠાકર - નો જન્મદીન - 1918, કોડીનાર
- ” હજારેક વર્ષ પહેલાં આપણા પુર્વજો જે ભાષા બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. ”
- જીવનઝાંખી
રામપ્રસાદ બક્ષી નો જન્મદીન - 1894, જુનાગઢ
વીનેશ અંતાણી નો જન્મદીન - 1946, દુર્ગાપુર
- “વાત્સલ્ય શબ્દનો કોઇ ડીક્ષનેરીમાંથી સાચો અર્થ તેને ‘જોવાથી’ મળી શકેશે નહીં.
એ શબ્દનો સાચો અર્થ તો વાછરડાને પોતાની જીભથી ચાટી રહેલી ગાયના દ્રશ્યમાંથી જ અનુભવી શકાય. “ - જીવનઝાંખી
______________________________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
આખરે ખબર પડી - રુચા જાની
Posted by સુરેશ on June 27, 2007
ગગને ઉડીને ગુંજવા દીલના ઘણા અરમાન હતા.
પણ પાંખો કાપી લઇ લીધી, એ નસીબનાં ફરમાન હતા.
અમે ધીરે ધીરે ભળી ગયાં તારા મનના એ વમળ મહીં,
પણ ચાંપતી નજરો લઇ દરીયે ઉભા દરવાન હતા.
તમે આવ્યા આંસુને લુછવા, તુટેલા નાતાને સાંધવા,
પણ ઘાવ જે જીગરે પડ્યા, એ તમ કીધાં અપમાન હતા.
ભવરણભુમીમાં ઝઝુમતાં, અમે વજ્ર જેવા કઠણ થયા,
નબળાઇઓ ખુદની જડી, એ શ્રાપ કે વરદાન હતા.
અમે શોધવા તમને ગયાં, મંદીર અને મસ્જીદ મહીં,
પણ આખરે પડી એ ખબર, તમે અંતરમાં યજમાન હતા.
- રુચા જાની
Posted in Uncategorized | 4 Comments »