કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for July 4th, 2007

યાદ આવે છે - નીરજ વ્યાસ

Posted by સુરેશ on July 4, 2007

એ શહેર યાદ આવે છે,
દીવસો ય યાદ આવે છે.

રસ્તે રખડતાં ઢોર ને, કેરોસનીય થોકો
સદા મદદ કરંતા પ્રેમાળ માણસો યે,

ગલીઓ તણો એ તડકો, હુંફાળો વ્હાલો છાંયો.
તોડી સહુય સીગ્નલ, વ્હેલા પહોંચતા લોકો.

રસ્તાઓ રોકી ધરતા આન્દોલનો ય નેતા
પરદેશમાં રહીને યાદ આવે શ્હેર, દીવસો.

બદલાય કાળચક્રો, દીવસો પલટતા જાયે
પળ આવી જાય પાછી, વીચારતો આ ‘નીરજો’ !

- નીરજ વ્યાસ.

Posted in ગીત, નીરજ વ્યાસ | No Comments »