કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for July 6th, 2007

જીવન - સુનીલ શાહ

Posted by સુરેશ on July 6, 2007

સદીઓથી નદીએ વસે છે જીવન.
જલતરંગો બનીને હસે છે જીવન.

ઉછળતાં સાગરના સ્નેહને સાંનીધ્યે.
કીનારે ઉભેલ પથ્થરો ઘસે છે જીવન.

ફુંકાય કદીક જો પ્રલયનું વંટોળીયું.
તો એકમેકને સહારે શ્વસે છે જીવન.

રગદોળો ભલે ભવસાગર આખેઆખો.
કુણી લાગણીઓ વીના ડસે છે જીવન.

છોડો નફરત તણા આ લંગરો હવે.
મીલનની આશમાં તો વસે છે જીવન.

 -   સુનીલ શાહ

જીવન શું છે તે હજી સુધી કોઇ ફીલસુફી કે વીજ્ઞાન સમજી શક્યું નથી. તેને માટે અનેક પરીકલ્પનાઓ જરુર થયેલી છે. સુનીલભાઇની આ પરીકલ્પના મને ગમી.

Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »