કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for July 11th, 2007

સપનાનો રાજા - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on July 11, 2007

સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.

મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.

ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.

એવું શું મુજને કર્યું,  વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.

હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ? 

- રાજેન્દ્ર ત્રીવેદી

         મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.

         રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.

           અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના  પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.

Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 5 Comments »