મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?
‘મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!’
અંતરમાં ઉભર્યો અવાજ.
દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.
અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.
જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.
માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )