મનડુ મુઝાયું – રાજેન્દ્ર ત્રીવેદી

મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?

‘મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!’
અંતરમાં ઉભર્યો અવાજ.

દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.

અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.

જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.

માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.

- રાજેન્દ્ર ત્રીવેદી

( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન  પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )

3 Responses to “મનડુ મુઝાયું – રાજેન્દ્ર ત્રીવેદી”

  1. sunil shah Says:

    અંતરના પ્રતીસાદમાં હંમેશા સચ્ચાઈ–વાસ્તવીકતાનો રણકો હોય છે.મુ.રાજેન્દ્રભાઈની આ રચનામાં એ દેખાઈ આવે છે.
    માણસ વાસ્તવીકતાનો સ્વીકાર કરીલે તો દુનીયાના મોટાભાગના દુઃખ દુર થઈ જાય. ખુબ સરસ રચના.

  2. POEMS BY RAJENDRA TRIVEDI « તુલસીદલ Says:

    [...] મનડુ મુઝાયું – રાજેન્દ્ર ત્રીવેદી [...]

  3. GEETA RAJENDRA TRIVEDI Says:

    LIVE HERE AND NOW IS THE MOTO FOR DR. TRIVEDI-
    HE IS MY BEST TEACHER,FRIEND, LOVE AND LIFE PARTNER.


Leave a Reply