લોકહીત માટે પરીવર્તનને આવકારતા
અને મુક્ત મનવાળા વાચકો માટે આનંદના સમાચાર
મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે 1919 ની સાલમાં જન્મેલા આદરણીય, મુક્ત મનના, વયોવૃધ્ધ શ્રી. રતીલાલજીએ ( ’અનીલ’ ) બહુ ઉદાર મન રાખીને, સામાન્ય જનોને સરલતાથી દોષરહીત લખવાની સુવીધા કરી આપતી, સાવ નાના ફેરફારવાળી ઉંઝા જોડણીમાં તેમની રચનાઓ નેટ પર પ્રસીધ્ધ કરવાની અનુમતી આપી છે.
તેમનો ખુબ ખુબ આભાર. આજથી ચાંદરણા અહીં ફરીથી પ્રસીધ્ધ કરવામાં આવે છે. હવે મને ગમી ગયેલા કોઇક ચાંદરણાનો અર્થવીસ્તાર પણ સાથે આપવા કોશીશ કરીશ.
આ જ રીતે આ સાચી દીશાના, હકારાત્મક અને લખાણમાં બહુ જ નાના ફેરફારને ઉત્તેજન આપવા, સર્વે જાણીતા, અત્યંત માનનીય અને લોકલાડીલા લેખકોને નમ્રતા સાથે વીનંતી કે, જનહીતાય તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ કરવા પરવાનગી આપે અને અદના માણસોને ભુલરહીત ગુજરાતીમાં લખવા પ્રેરે. ધીરે ધીરે આવા પ્રયાસોથી મારા જેવા ઘણાની વાંચવાની સુગ પણ દુર થશે.
મારું ઇમેલ સરનામું નોંધી લેશો - sbjani2006@gmail.com