કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for July 22nd, 2007

તારી યાદ- પીન્કી પાઠક

Posted by સુરેશ on July 22, 2007

સાવ સન્નાટો અને છવાઇ રહેતી તારી યાદ,
થઇ ગઈ ચુપ, બસ જીંદગીના કોલાહલમાં….

અચાનક આજે,
લ્હેરાઈ હવાની તાજગી અને સ્પર્શી તારી યાદ.

વસંતની કળીએ કળીએ મ્હેંકતી હતી,
પાનખરમાં કુંપળે કુંપળે ફુટતી હતી,
વરસાદના ટીપે ટીપે વરસતી હતી,
મેઘધનુષ્યના રંગે રંગમાં નીખરતી હતી,
પણ થઇ ગયેલી ચુપ, બસ જીંદગીના કોલાહલમાં…..

ભીતર ઉભરાતી લાગણીઓથી ડરતું આ દીલ,
પંખીની પાંખના ફડફડાટમાં ફફડતું આ દીલ,
આજે પાડી ઉઠયું કારમી ચીસો.
અને,
પર્વત ચીરીને ફુટી નીકળતા ઝરણાની જેમ,
વહેવા લાગી તારી યાદ.

- પીન્કી પાઠક

દીર્ઘ લગ્નજીવનમાં સુકાયેલો પ્રેમ ફરીથી પાંગરે તેનો ભાવ વ્યક્ત કરતી મધુર રચના …  

Posted in અછાંદસ, પીન્કી પાઠક | 10 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on July 22, 2007

ખાટું, મોળું થઈ શકે છે પણ મોળું ખાટું થઈ શકતું નથી.

—————————————————————————————————-

દુર્જન પ્રયત્ન કરે તો સજ્જન થઇ શકે છે. પણ સજ્જન કદી દુર્જન થઇ શકતો નથી. આ વાત ‘અનીલજી’એ કેવી ચતુરાઇથી કહી દીધી?

બાકી દહીં માટે તો આનાથી વીરુધ્ધ જ સાચું છે ને!
 

Posted in ચાંદરણા | No Comments »