ભુતકાળ ની લાય - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on August 6, 2007
સૌ જીવે ભમી ભુતકાળ,
ના તેમાં કોઈ સાર.
વાત વાતમાં સરકી જઈને
આજ ન થાતાં કોઈ કામ.
સુખના દાડા, દુ:ખના દાડા,
નીશદીન સૌની સાથ.
સાંભળતા કાન નીરસ,
આંખલડી જોતી સાથ.
ના મનડું માને આજ,
એથી જ આ ઉચાટ.
ઝગડા થાતા, મન ગભરાતા,
સાથે રહીને દુર થઈ જાતા.
ના બોલાના વ્રત લેવાતા,
ઘરમાં રહીને વન દેખાતા.
આ દુ:ખ કેરી છે વાત,
સૌ સમજી બોલે સાથ.
છોડી દો સૌ ભુતકાળ,
ને જીવો નીશદીન આજ.
એ કરશે સારા કામ,
જીવનમાં રાખો હામ,
જોતાં સૌને રુદીયે રામ,
થાતા સૌના મન આરામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 2 Comments »