કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for August 7th, 2007

મોત અને વીદાય - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on August 7, 2007

જીવન જીવતાં સૌ મળ્યું ,
મોત મળતાં ન રહે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ,
ઓ મારા તાત રે!

કુટુંબી સાથ,
આ સંસાર સાગરે
નીત્ય જોડીને હાથ ,
કરું હું બધાં કામ,
છતાં નથી હામ.
શાને થાય હાર રે?
 
માયા કરતી તકરાર,
મદ મારે સ્નેહીને લાત,
કાળો કકળાટ,
ઉગારોને માત!
સમયની સાથ રે.

અશાંત સાગરમાં જીવું ,
મુજ મનમાં છે ગભરાટ ,
ના કોઈ સાથ,
કોણ કરશે પાર ?
આ છેલ્લે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ રે.

- રાજેન્દ્ર ત્રીવેદી

રાજેન્દ્રની રચનાઓમાં તેના સ્વ. પીતા મુળશંકર ત્રીવેદીની ભાવુકતા અને ભક્તીભાવનો પ્રભાવ ઉડીને આંખે વળગે છે.
આ રચનામાં નજીવા ફેરફારો કરવામાં આવે તો, બહુ જ સરસ ભાવથી અને સરસ રાગમાં ગાઇ શકાય તેવું  ભજન બનવાની તેમાં ક્ષમતા છે.
અભીનંદન…   

Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 3 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on August 7, 2007

ઉંઘ પણ ક્યારેક દીવસપાળી કરે છે.

Posted in ચાંદરણા | No Comments »