કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for August 19th, 2007

હરીનું નામ - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on August 19, 2007

હરી પાપને દુર કરે છે, કામ જ તેનું હરવાનું,
તેનુ નામ જપે દુર થાયે, સદા નામ તે રટવાનુ.

રામ કહો રહેમાન કહો, તે બેઠો સૌના હૃદીયામાં,
એવું સમજે જે જીવનમાં, જીવ હરખતા આલમમાં.

કકળાટોનો નાશ થાય ત્યાં, શાતીનું ત્યાં રાજ રહે,
રામ રહીમ રટંતા, સહુ યે સાધુ મૌલા સાથ રહે.

જીવ જીવે સમજીને જ્યારે, ઝગડાથી સૌ દુર રહે.
દીલ મંદીરમાં સ્થાપી પ્રભુને, શાંતી કેરું પાન કરે.

- રાજેન્દ્ર ત્રીવેદી

બહુ જ સરસ લય બેઠો છે, મીત્ર !  ભાવ તો ઉત્તમ છે જ.

Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 3 Comments »