હરી પાપને દુર કરે છે, કામ જ તેનું હરવાનું,
તેનુ નામ જપે દુર થાયે, સદા નામ તે રટવાનુ.
રામ કહો રહેમાન કહો, તે બેઠો સૌના હૃદીયામાં,
એવું સમજે જે જીવનમાં, જીવ હરખતા આલમમાં.
કકળાટોનો નાશ થાય ત્યાં, શાતીનું ત્યાં રાજ રહે,
રામ રહીમ રટંતા, સહુ યે સાધુ મૌલા સાથ રહે.
જીવ જીવે સમજીને જ્યારે, ઝગડાથી સૌ દુર રહે.
દીલ મંદીરમાં સ્થાપી પ્રભુને, શાંતી કેરું પાન કરે.
- રાજેન્દ્ર ત્રીવેદી
બહુ જ સરસ લય બેઠો છે, મીત્ર ! ભાવ તો ઉત્તમ છે જ.
very nice..!
By: સુનીલ શાહ on August 20, 2007
at 7:05 am
Glad to read this appealing bhakti kavya from my childhood dost in my old age period.You lived in materialism and sprang spiritualism indeed! Nanabapu.
By: Haritbhai Pandya on August 23, 2007
at 1:20 am
“હરી પાપને દુર કરે છે, કામ જ તેનું હરવાનું,
તેનુ નામ જપે દુર થાયે,સદા નામ તે રટવાનુ.
રામ કહો રહેમાન કહો, તે બેઠો સૌના હૃદીયામાં,
એવું સમજે જે જીવનમાં,જીવ હરખતા આલમમાં.”
સર્વ ધર્મસાર
‘દીલ મંદીરમાં સ્થાપી પ્રભુને,
શાંતી કેરું પાન કરે…’
કેટલું સરળ!
દિલકે આયનેમે રખતે હૈ,તસ્વીરે યાર
જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી
સુંદર ભાવ—લય
By: pragnaju on October 3, 2007
at 11:06 am