કોને ખબર?- સુરેશ જાની

મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?

રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?

કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?

માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?

- સુરેશ જાની

———————————————–

પરમ પ્રીય મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે બહુ પ્રેમથી આ ગઝલને સુધારવા સુચનો આપ્યાં હતાં. તે ધ્યાનમાં રાખી આ ગઝલ નીચે મુજબ  મઠારી છે :-

મીત્રતા સૌ ખોખલી, કોને ખબર?
પ્રીત આવી પાંગળી, કોને ખબર?

રુપ રાખી, સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ ન જાણ્યું, શબ્દને  વળગી રહ્યા, 
ફેરવી ચહેરો છુપી, કોને ખબર?

કાળના ગર્ભે ભર્યું છે કેટલું,
સાચવી બસ માટલી? કોને ખબર?

માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?

11 Responses to “કોને ખબર?- સુરેશ જાની”

  1. mahendra panchal Says:

    બહુ જ સાચી વાત.

  2. મગજના ડોક્ટર Says:

    WHEN I READ YOUR POEM I WAS THINKING OF GREAT RADHA KRASHNA LOVER POET DAYARAM OF GUJARAT ….

    ચિત્ત તું શીદને ચિંતા ધરે?
    તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
    ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
    થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
    જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
    એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે
    તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
    આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે
    થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
    રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.
    દયારામ

  3. જુગલકીશોર Says:

    તમે સાચે જ એક સરસ રચના આપી.

    ‘સાચનેયે આંચ છે, કોને ખબર ?!’
    વાહ !

  4. સુનીલ શાહ Says:

    આમ જ બનતું આવ્યું છે જીવનમાં
    સંબંધો આમ સચવાય?કોને ખબર..?
    સંબંધોના બંધો તોડનારા એ મીત્રો
    મીત્રો કહેવાય? કોને ખબર..?

  5. Chirag Patel Says:

    દાદા, દર્દ પુરેપુરું નીપજાવ્યું છે!

  6. Pinki Says:

    માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
    સાચને આંચ આવતી? કોને ખબર?

    khub j saras…………..

  7. pragnaju Says:

    મારી દિકરીની કાવ્યની પંક્તિ –
    તેના અજીકના ભવિષ્યમાં બહાર
    પડનાર પુસ્તકમાંથી…

    તમારા તમારા તમારા અમે તો
    કહ્યું તો ખરૂં તો ય ધરપત નથી ને?

  8. DR. CHANDRAVADAN MISTRY Says:

    SURESHBHAI…..NAMASTE….THE POLISHING OF YOUR GAZAL IS OKAY..BUT YOUR CREATION IS EXCELLENT….IT IS YOU WHO OPENED UP YOUR HEART & THE WORDSWERW ON THE PAPER…..CONGRATS>>>DR. CHANDRAVADAN MISTRY (CM )

  9. Ramesh Patel Says:

    વાહ કોને ખબર,

    કે આટલી સારી હશે ખબર.

    આપની મનને સ્પર્શી જાય તેવી ગઝલ.

    તેમાંય શ્રી જુગલકિશોરજીનું મોવણ મળે ,તો રસોઈ

    સૌને ગમી જ જાય.

    રમેશ પટેલ(આકાશદીપ)

  10. Rajendra Trivedi, M.D. Says:

    આમ જ બનતું આવ્યું છે જીવનમાં,
    સંબંધો આમ સચવાય? કોને ખબર?
    સંબંધોના બંધો તોડનારા,
    એ મીત્રો મીત્રો કહેવાય? કોને ખબર?
    માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
    સાચને આંચ આવતી? કોને ખબર?
    કોને ખબર? કે આટલી સારી હશે ખબર!
    Wait for February 21st….


Leave a Reply