જીવન છે સંગ્રામ
પળો છે હારજીતની.
કરે ય આશ નિરાશ
ને લાવે ચડતી પડતી.
સાથે સુખદુખ લાવે
પળો યે હસતી રડતી.
જીવન છે સંગ્રામ
અરે! મારા તારાનો
ભેદ કરાવે દુર સ્વજનને
અંતરમાં કડવાશ જગાવે.
સુખદુખમાં જે વીર ટકે તે
સાચું જીવન જીવી જાણે.
- શાંગ્રીલા પંડ્યા