કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September 2nd, 2007

જઠરાગ્ની - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on September 2, 2007

ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
જઠરરાગ્ની કાજે, જીવ જીવ મારશે.

જીવનને જરુરી ન હીંસા ઓ, સાથી!
જઠરાગ્ની માટે બન્યા માંસાહારી.

બની માંસાહારી, અહીંસાના સાથી,
સદા સાથ આપી બન્યા આતતાયી.

જીવન છે બધાનું નકી મૃત્યુ-આધીન,
સમય ને અહીંસા છે જીવનના સાથી.

છતાં જીવ ભુલી, રહ્યો છે ભટકતો,
ભટકતો અહીંયાં, અહીંસાને તજતો.

- રાજેન્દ્ર ત્રીવેદી

Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 2 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on September 2, 2007

બગદાદના આકાશમાં ગયા પછી જ
અમેરીકી બોમ્બને ગુરુત્વાકર્ષણનો નીયમ યાદ આવે છે.

Posted in ચાંદરણા | No Comments »