નહીં તો શું? - સુનીલ શાહ
Posted by સુરેશ on September 4, 2007
(લગાગાગા \લગાગાગા \લગાગાગા \લગાગાગા)
જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા ઉજાસ પથરાશે નહીં તો શું?
- સુનીલ શાહ
Posted in ગઝલ, સુનીલ શાહ | 5 Comments »