કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September 10th, 2007

તોડજે તું મૌનને - સુનીલ શાહ

Posted by સુરેશ on September 10, 2007

ગાલગાગા \ ગાલગાગા \ ગાલગા

——————————————————-

તોડજે તું મૌનને તડપ્યા વગર,
જીંદગી જાશે પછી વરસ્યા વગર.

કાગળોમાં ગોઠવી અક્ષર નવા
આખરે તું ભુંસજે અટક્યા વગર.

માણજે ફુલને સહારે જીંદગી
પાંદડે ને પાંદડે જીવ્યા વગર.

આંગળીએ લખ વસીયત તો નવી
કાળને તું ઢાળજે સરક્યા વગર.

છોડજે ગત કે અનાગતની કથા
આજને તું માણજે તરસ્યા વગર.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 6 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on September 10, 2007

પાપની ઉંમર વધે છે પણ તે ઘરડું થતું નથી.

Posted in ચાંદરણા | No Comments »