કોને ખબર – રાજેન્દ્ર ત્રીવેદી

જન્મ્યા બાદ જીવાશે જીવન, કોને ખબર?
એકડો કરતા ભણાશે શું, કોને ખબર?

રમતાં ભણતાં પ્રેમ થાશે, કોને ખબર?
પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ, કોને ખબર?

લગ્નના બંધન તુટશે, કોને ખબર?
મ્રુત્ય પછી ક્યાં જશું, કોને ખબર?

જીવનમાં મરવાનું ક્યારે આવશે? કોને ખબર?
ગુજરાતી લખતા કાવ્ય થાશે, કોને ખબર?

- રાજેન્દ્ર ત્રીવેદી

7 Responses to “કોને ખબર – રાજેન્દ્ર ત્રીવેદી”

  1. sunil shah Says:

    આગીયામાંથી સુરજ થવાશે? કોને ખબર?
    માનવથી માનવ થવાશે? કોને ખબર?

    જે થાય તે, સાહેબ..નીષ્ઠા અને પ્રામાણીકતાપુર્વકના પ્રયત્નો ચાલુ રાખવા.

  2. Pragnaju Prafull Vyas Says:

    જન્મ્યા બાદ જીવાશે જીવન, કોને ખબર?
    એકડો કરતા ભણાશે શું, કોને ખબર?

    રમતાં ભણતાં પ્રેમ થાશે, કોને ખબર?
    પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ, કોને ખબર?

    લગ્નના બંધન તુટશે, કોને ખબર?
    મ્રુત્ય પછી ક્યાં જશું, કોને ખબર?

    જીવનમાં મરવાનું ક્યારે આવશે? કોને ખબર?
    ગુજરાતી લખતા કાવ્ય થાશે, કોને ખબર?-
    *****
    ખબર પણ ન પડી અને કાવ્ય થઈ ગયું!
    જીંદગીના દરેક સ્ટેજે સહજ આવતા વિચારોને
    વાચા આપવા બદલ રાજેન્દ્ર ત્રીવેદી
    અભિનંદન

  3. DR. CHANDRAVADAN MISTRY Says:

    rAJENDRABHAI This Rachana is NICE & may be the one you mentioned in reference to your accident & how GOD showed HIS MERCY on you ! Keep writing & NEVER FORGET GOD !

  4. Rajendra Trivedi, M.D. Says:

    રામ સ્પર્શ્યા તો અહલ્યા ગૈ બની આખ્ખી ડગર,
    શ્યામ તારી વાંસળીનું શું થશે? કોને ખબર?

    આપણા આ વિશ્વનું શું છે થવાનું હમસફર,
    એક કુમળ પુષ્પને એક પ્રશ્ન પૂછે ભ્રમર!

    એ નશામાં હોય છે બસ એટલે તો તરબતર,
    પીધું કૈ પારસમણિ ઘૂંટી અને થૈ ગૈ અસર.

    આંખમાં છે એમની આકાશ તારાં સ્વપ્નવત,
    લયવલય બ્રહ્માંડનાં દેખાય જો ખોલે અધર.

    ચેતનાઓ જો સતત કરતી ભ્રમણ ત્યાં હોયતો !
    જઈ બતાવો એમને સંવેદનાઓની કબર.

    -કવિ રાવલ

    January 30, 2009 – Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ |

  5. Ramesh Patel Says:

    કોને ખબર કોને ખબર કોને ખબર

    ખોળું ખબર ને ના મળે તારી ખબર

    રોજ લાગે તારી છેતરતી ખબર

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. Rajendra Trivedi, M.D. Says:

    આમ જ બનતું આવ્યું છે જીવનમાં,
    સંબંધો આમ સચવાય? કોને ખબર?
    સંબંધોના બંધો તોડનારા –
    એ મીત્રો મીત્રો કહેવાય? કોને ખબર?
    માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
    સાચને આંચ આવતી? કોને ખબર?
    કોને ખબર? કે આટલી સારી હશે ખબર!
    Wait for February 21st….

  7. dhavalrajgeera Says:

    Chandrakant Shah Says,

    Rajubahi;

    Excellent run for writing; continue.
    write more topical. or your interest – musical.

    Chandu


Leave a Reply