કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for September 23rd, 2007

જીવનું ઘર - સૌપ્રિય સોલંકી ‘શૈલ’

Posted by સુરેશ on September 23, 2007

મંઝીલ રહી ન પાસ બધું મળેલું  માની લઉં. 
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં.

બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

સ્વપ્નો અહીં મુકીને, ગગનને પ્રેમથી ભેટી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

કંઇ બાકી ને કંઇ પુરું, બધું અહીંથી સમેટી લઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

- સૌપ્રિય સોલંકી ‘શૈલ’

Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 2 Comments »