કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for October, 2007

સદાયે - સુનીલ શાહ

Posted by સુરેશ on October 31, 2007

(દ્વિખંડી ષટ્કલ, છંદ વિધાનઃ ગા \ગાલગાલ\ગાગા\ ગા\ ગાલગાલ\ ગાગા)

રાગઃ ઓ રાત કે મુસાફીર…

આ આસમાનને તો અડવું હતું સદાયે,
ને વાદળો થકી તો ફરવું હતું સદાયે.

રંગો બધા ખવાઇ આ આશના ગયા છે,
આકાર આપવાને મથવું હતું સદાયે.

હોવાપણું કદીયે નો’તું સહજ સરળ તો,
તારા ગયા પછી તો ખરવું હતું સદાયે.

સાગર જરા સમાયો તારી જ આંખમાં જો,
મોજાં સમીપ જઇને તરવું હતું સદાયે.

જીવન સફળ થયું’તું જે વાતને સહારે,
તે મર્મ પામવાને મથવું હતું સદાયે.

માગું તમામ દુઃખને આ આંગણે હવે તો,
એક સૂર્યને અડીને બળવું હતું સદાયે.

પાણી ભલેને છલકે સુખના સરોવરેથી,
મારી તરસને આગળ વધવું હતું સદાયે.

-  સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »

31- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 31, 2007

સરદાર વલ્લભભાઇ પટેલ નો  જન્મદિન - 1875  - નડીયાદ  

sardar_patel_1.jpg“તમે હવે અહીંથી ટળો”  (અંગ્રેજોને એક જાહેર સભામાં)

જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

30- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 30, 2007

હોમી ભાભા નો જન્મદિન - 1909    

homi_bhabha.jpg”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”
 -  જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

28 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 28, 2007

મનુભાઇ જોધાણી નો જન્મદિન - 1902    

Posted in કેલેન્ડર | No Comments »

27- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 27, 2007

મુનિ શ્રી. પુણ્યવિજયજી નો જન્મદિન - 1895 

મનોજ ખંડેરીયા ની પૂણ્યતિથી - 2003

” પકડો કલમને કોઇ પળે, ને હાથ આખેઆખો બળે, એમ પણ બને.”

- જીવનઝાંખી

Posted in કેલેન્ડર | No Comments »

26 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 26, 2007

જીવણજી મોદી નો જન્મદિન - 1854   

Posted in કેલેન્ડર | No Comments »

25 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 25, 2007

રણજિતરામ મહેતા નો જન્મદિન - 1881  : સુરત

ranjitram_mehta.jpg - તેમની યાદમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સુવર્ણચન્દ્રક એનાયત કરવામાં આવે છે. 
-          ” રણજિતરામ માણસ ન હતા - એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા. તેમના હૃદયમાં એક જ વિચાર હતો : બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃધ્ધિવાન થાય…. “  -                       -  કનૈયાલાલ મુન્શી

જીવનઝાંખી

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 24, 2007

મહારાજા ભગવત સિંહજી નો જન્મદિન - 1865  : ગોંડળ

શયદાનો જન્મદિન - 1892 ; ધોલેરા

  • ‘કલાપી’  પછીના મહાન ગઝલકાર
  • “હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
    ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”
  •  જીવનઝાંખી

રતિલાલ ચંદરયા નો જન્મદિન - 1922 ; નૈરોબી

રસિક ઝવેરી નો - જન્મદિન - 1911 :  ભાવનગર

પિનાકીન ઠાકોર નો જન્મદિન - 1916

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.

Posted in કેલેન્ડર | No Comments »

23 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 23, 2007

બળવંતરાય ઠાકોર નો જન્મદિન - 1869 : ભરૂચ

balwantrai_thakur.jpg- પૃથ્વી છંદ અને સોનેટના પ્રણેતા
- ” બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.”

- ” આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે.”

___________________________________________

Posted in કેલેન્ડર | Comments Off

22 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on October 22, 2007

યાજ્ઞવલ્ક્યાનંદજી  ( બાપુજી)  ની પૂણ્યતિથી  - 1998 - વીરનગર   

- આંખના સર્જન, ડોક્ટર અને સેવાભાવી સંત  

જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off