કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for October 7th, 2007

મારું હીંદુસ્તાન - સૌપ્રિય સોલંકી ‘શૈલ’.

Posted by સુરેશ on October 7, 2007

એ ગરીબોની ઝુંપડીમાં તો, દર્દોનો ભંડાર છે.
આંસુઓ તો ખુટી ગયાં, પણ રડવાનું અપાર છે.

વેરણ- છેરણ જીવન જાણે, ધગધગતું રેગીસ્તાન છે.
બીજું તો કાંઈ નહીં, પણ એ અરમાનોનું કબ્રસ્તાન છે.

આ અમીરોના બંગલાઓમાં, સુખ તો અપરંપાર છે.
ગરીબોની લાગણીઓ છુંદી,  પણ ચહેરા પર બહાર છે.

વગર મહેનતે મોજ કરતાં, મસ્તીમાં ગુલતાન છે.
લાચારોના લોહીથી સીંચાયેલું, આ તેમનું ગુલીસ્તાન છે.

હાથ જોડી પ્રભુ તમને પુછું છું, આ તે કેવો સંસાર છે?
બેઈમાનો મોજ કરે, ને પ્રમાણીકો બેકાર છે.

તારી બનાવેલી આ દુનીયા, દુનીયા નહીં સ્મશાન છે.
રડતું રડતું હ્રદય પોકારે, શું આ મારું હીંદુસ્તાન છે?

- સૌપ્રિય સોલંકી ‘શૈલ’

Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 14 Comments »