પ્રેમને પામવા - સુનીલ શાહ.
Posted by સુરેશ on October 8, 2007
ગાલગાગા \ ગાલગાગા \ ગાલગાગા
પ્રેમને હું પામવા મથતો રહ્યો છું,
હાથ ખાલી આમ તો ઘસતો રહ્યો છું.
કોણ જાણે જીંદગીના ખેલ શા છે?
ખ્વાબ દેખી રાતભર ડરતો રહ્યો છું.
ક્યારેક પ્રગટે રાખમાંથી આગ પણ,
એ જ આશામાં રમત રમતો રહ્યો છું.
જીંદગીનો થાક લાગે છે હવે તો,
ભાર સૌનો ઉંચકી ફરતો રહ્યો છું .
લાગણીઓ સાવ કોરી છે છતાંયે,
ભીંજવાના ખ્વાબમાં ગળતો રહ્યો છું.
શ્વાસના સંબંધને ભુલી જવાશે,
એમ માની આમ તો મરતો રહ્યો છું.
- સુનીલ શાહ
Posted in ગઝલ, સુનીલ શાહ | 2 Comments »