Posted by સુરેશ on October 19, 2007
ગાલગાગા \ ગાગાલગા\ ગાલગાગા
આંખથી ખર્યું આંસુ સંગીન લાગે,
વાત આ આખી આમ ગમગીન લાગે
વાદ્ય કોઈ નમણું વગાડી ગયું છે,
સાંજ જાણે આખી જ રંગીન લાગે
ડાળ આખી તુટી પડી વૃક્ષ પરથી,
ચુમવા ધરતી કોઈ તલ્લીન લાગે
ગાલ પરથી જો કોણ સરકી રહ્યું છે,
ખંજને અટકી એ જ નમકીન લાગે
વારતા સાંભળ પ્રેમની ધ્યાનથી તું,
મજનુ–લૈલા આગોશમાં લીન લાગે
- સુનીલ શાહ
Posted in ગઝલ, સુનીલ શાહ | 8 Comments »
Posted by સુરેશ on October 19, 2007
સાબુ અને કેન્વાસરની સફળતા તે કોને લપસાવે છે તેના અવલંબે છે.
Posted in ચાંદરણા | 2 Comments »
Posted by સુરેશ on October 19, 2007
‘મરીઝ’ ની પૂણ્યતિથી - 1983 : મુંબાઇ
” જીવન કે મરણ હો એ બન્ને સ્થીતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે.”
- જીવનઝાંખી : રચનાઓ : પ્રવાસ છે
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર જ આપશો.
Posted in કેલેન્ડર | Comments Off