કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 11th, 2007

11- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 11, 2007

મોતીભાઇ અમીન નો જન્મદિન - 1873   

-

નાનાભાઇ ભટ્ટ નો જન્મદિન - 1882 

nanabhai_bhatt_1.jpgજીવનઝાંખી

 - જાણીતા શિક્ષણશાસ્ત્રી

 -

આઇ.જી. પટેલ નો જન્મદિન - 1924ig-patel.jpg

જીવનઝાંખી

- જાણીતા અર્થશાસ્ત્રી  

 - 

અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટ નો જન્મદિન - 1936

anirudh_brahmabhatt.jpgજીવનઝાંખી   

-  કવિ

Posted in કેલેન્ડર | 1 Comment »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 11, 2007

મારુતીકાર નવા શ્રીમંતના મગજમાં પ્રવાસ કરે છે.

Posted in ચાંદરણા | 1 Comment »

બની જાઉં છું હું - સુનીલ શાહ

Posted by સુરેશ on November 11, 2007

લગાગા લગાગા લગાગા લગાગા
———————————-

કદી આમ કાગળ બની જાઉં છું હું.
હવા જોઈ વાદળ બની જાઉં છું હું.

શ્વસી તો રહ્યો છું ફુલોના એ સ્પર્શે.
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

અગર આંખને જો સજા’વી પડે તો.
ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

દીલો જોડવાની શરત મારીએ ત્યાં
ફરીવાર અટકળ બની જાઉં છું હું.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 7 Comments »