Posted by: સુરેશ | December 14, 2007

હોમી દઈ – અરુણ દેસાઈ

યાદ છે એ પહેલી નજરની,
જયારે તે પાંપણો ઢળી ગઈ.

ઘણીયે મળી એ નજરો અને
નજર આગળથી જ સરી ગઈ.

કહી ગઈ ઘણીયે વાતો
જે યાદો બનીને જ રહી ગઈ.

રહી ગઈ સૌ મનની મુરાદો
મનની મનમાં જ રહી ગઈ.

લખવી હતી બધીયે વાતો,
ને ખડીયેથી શાહી જ ઢળી ગઈ.

બંધ આંખોની તે મુક કહાની
સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.

ઉમ્રભર કરી પ્રતીક્ષા અને
હવે તે ઉંમર પણ વહી ગઈ.

સમજ જે હવે પાકી થઈ તે
બધી યાદોમાંથી જ થઈ ગઈ.

સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.

(સુરતથી વડોદરા ટ્રેન સફરમાં–૨૮–૦૯–૧૯૮૬)

અરુણ દેસાઈ

        સુરતના એક નીવૃત્ત ઈજનેર શ્રી અરુણ દેસાઈ હાલ ૮૪ વર્ષના છે. તેમની અંગત ડાયરીમાં ૨૨૩ જેટલાં કાવ્યો જોવા મળ્યા. જુદા જુદા અંગત પ્રસંગોએ, પ્રવાસ દરમ્યાન ટ્રેન, બસ કે રીક્ષામાં બેસીને ઝીણાંઝીણાં અવલોકનો પરથી લખાયેલા આ કાવ્યોમાં છંદ ક્યાંય નથી, બસ છે અનુભવો અને લાગણીઓનો નીચોડ. ભાવપુર્વક લખાયેલા કાવ્યો તેમણે કશે પ્રગટ કરવાની તમન્ના રાખી નથી. છતાં મીત્ર શ્રી કાર્તીક દેસાઈના સૌજન્યથી મને ગમ્યાં તે કાવ્યોને મોકલું છું.

-  સુનીલ શાહ


Responses

  1. અરુણભાઇનો સઁવેદનશીલ અનુભવમાં સચ્ચાઈ છે તેથી છંદ અગે કઠતું નથી. તેમાં
    યાદ છે એ પહેલી નજરની,
    જયારે તે પાંપણો ઢળી ગઈ.
    અને
    સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
    અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.
    પંક્તીઓ ગમી
    આવો જ અનુભવ ગોપીપુરાની દુકાનમા સોયદોરો બાજુ પર મૂકી ગની દહીંવાલાએ લખ્યો અને અમર થઈ ગયો!

    તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
    મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

    ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
    હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

    ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
    હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

    મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
    રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

    મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
    સંસાર,આંખ મીંચી તો નશ્વર બની ગયો !

  2. ‘Homi dau” & “Hun ma Hun rahyo nathi”
    Both are very ver touchy. You feel like reading them again and again.
    Please keep up with more of these Rasathal.
    Murti

  3. બંધ આંખોની તે મુક કહાની
    સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.

    NOW,
    BREAK THE POT AND MAKE THE POEM “TAT”


Leave a response

Your response:

Categories