અતીતની વ્યથા – સુરેશ જાની

હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે ક્ષીતીજ,
હર કદમ અવનવા રુપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઉંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

એક સરીતા સમા ખ્યાલો, ભાવો વહે.
ભાત ઘટનાની બદલાય છે હર ક્ષણે
હાલ ને ભુત, ભાવીમાં વહે છે સમય
હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

હર જીવીત માને છે, તે જ છે માત્ર હું
હાય! આ સૌને શાને ય સર્જ્યા છે મેં?
બનીને રહ્યો હોત જો માત્ર  હું 
હાય! દૂનીયા ય કેવી સરળ હોત તો..
રે! અવીચળ છું, પણ સાવ ખંડીત છું હું.

- સુરેશ જાની

        આજથી સાતેક  વર્શ પહેલાં આર્લીંગ્ટન લેક પર એક અંગ્રેજી કવીતા લખી હતી; અને તેનું ભાશાંતર છ એક મહીના બાદ કર્યું હતું, તે આજે ‘હું ઉપર લેખ લખતાં યાદ આવ્યું અને અહીં પ્રકાશીત કર્યું છે. 

11 Responses to “અતીતની વ્યથા – સુરેશ જાની”

  1. હું « અંતરની વાણી Says:

    [...] ( આ વીચારની મારી કવીતા વાંચવા અહીં ‘ક્…)        [...]

  2. kapildave Says:

    khubaj saras

    ane marathi kai tamne kahevay nahi pan kahu chu ke lag bhag thodi jodni ni bhulo che

  3. kapildave Says:

    ohhhh sorry

    mara khyal thi tame to unja jodni vaparva vala cho

    sorry sorry

  4. Chirag Patel Says:

    અહીં ‘સૃષ્ટી આપણા મનની ઉપજ છે’ વાળો ભાવ પડઘાતો લાગે છે. અતીસુન્દર.

  5. સુનીલ શાહ Says:

    સુંદર ભાવ ઉપજે છે. કવીતા લખવાનું પાછું શરુ કરો..

  6. Ramesh Patel(Aakashdip) Says:

    Shri Sureshbhai,
    can I enjou with kavyasura?
    વસંત
    સજ્યા શણગાર ભરી રંગો ભરપૂર
    મલકે છે મુખ નીરખી કુદરતનું રુપ
    ખોબલે ખૂલ્યા આજ ખૂશીના ખજાના
    આજ વાયા છે વાયરા વસંતના

    સુગંધી સમીરે દીધા સંદેશ ચોદીશ
    કેસુડાના રંગો છલક્યા ચોદીશ
    મીઠા લાગ્યા છે મને ટહૂંકા કોયલના
    આજ વાયાછે વાયરા વસંતના

    રુપરંગે ખીલ્યાછે પુષ્પો ને પર્ણ
    ભમરાઓ ભમતા આજે કુસુમોને દલ
    સરોવર હીંચોળે છે ગુલાબી પોયણાં
    આજ વાયા છે વાયરા વસંતના

    ઋતુરાજની શોભાથી શોભે છે અવની
    લીલીછમ વેલીઓને ફૂલની રંગોળી
    મરકે છે હોઠ રતુંબલ યૌવનના
    આજ વાયાછે વાયરા વસંતના

    વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
    ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
    સૂણજો રે સૂર મારા દિલડાના
    આજ વાયાછે વાયરા વસંતના
    રમેશપટેલ(આકાશદીપ)

  7. Ramesh Patel Says:

    નીંદર

    બાળા રાજા માણે મીઠી સુખવંતી સુંદર નીંદર
    વાહ વિધાતા લહેરાવે કેવો કરુણાથી સુખ સમંદર

    માને ખોળે પ્રેમ પાલવડે મલકે નાનું જીગર
    રમવું જમવું હસી છોડવી જગની જૂઠી ફિકર

    અણસમજુને મળે કેવી જગની જાદુઈ સેવા
    કૃપાનીધિએ દિધા કેવા સુખ નીંદરના મેવા

    દિવા સ્વપ્નોમાં સરકી નીરખું સપ્તરંગી રે વાતુ
    સમયને કાંટે ઘૂમે જિંદગી,રાત દિવસ નાથોભુ

    ભણીગણી સુખ સાહેબી મળશે,વદતા પોથી પઢતા
    સૌ ઉંઘતા ને અમે જાગતા,ભણતરના ભારે દબાતા

    સમજણ વધી નીંદર છૂટી,જાણે અજાણે ખમીએ શિક્ષા
    નયનોની નીંદર ધોતા લઈ પાણી,કાલે છે પરીક્ષા

    ધંધોં પોતીકો કે કરીએ નોકરી,નવો જમાનો હસતો
    મોટા થયા ભાઈ, છોડો આળસ,રોજ સવારે દોડો

    કામ કરે એ આગળ આવે,દુનિયા ડહાપણ દેતી
    જાગવું એજ જિંદગી,હસીહસી વીજ વદે ઝબૂકતી

    અજવાળા અંધારાના ભેદ ભૂલીને,જોશે જિંદગીને જોતરતા
    ટકે ટાલીયા આંખે ચશ્માં ધરી બાળા રાજાને નિહાળતા

    બંધ ચક્ષુએ મરકી મરકી, શીશુએ ભાવ દર્શને ઝબોળ્યા
    ઊંઘતા ના આવડ્યું તમને તો,ખાક જીંદગી જીવ્યા

    સંતવાણી સમરી રે હૈયે,શોધવા નીક્ળ્યા સુખની જડિબુટ્ટી
    છૂટે સંકલ્પ વિકલ્પ તો ભાળો આયખે નીંદર સુખની

    રમેશ પટેલ(આકાશ દીપ)

  8. Ramesh Patel Says:

    ઝરમર ઝરમર સંધ્યાએ, મન મોરલાનો ગેહકાટ હતો
    એ ભીંનીભીંની સુગંધે, ધરતી આજ ખુશહાલ હતી

    ઊંચી મેડીએ ભીંના અંગે,સ્નેહલ સાજનનો સથવાર હતો
    મેઘ ધનુષના રંગે પ્રીતડી,હરખ ધરી છલકાતી હતી

    વ્યોમ વાદળો હરખપદૂડા,પ્રેમ રાસડે રમતા હતા
    છબછબ કરતી છૂપી પ્રીતડી મદહોશે મલકાતી હતી

    વરસાદના ભીંના ઉમંગે,આંખોમાં પ્પાર તરવરતો હતો
    છમછમ નાદે ઝાંઝર સાદે,હથેલીઓ મેઘ ધારાને ઝીલતી હતી

    શરમાળી ટપલી દેતા વાલમ,ઘેલી આલમ સંગ રમતા હતા
    મિલનના મધુર ઉમળકે,ભાન ભૂલેલી મસ્તી ખીલતી હતી

    નયન હોઠના મીઠા કામણ,જીવન ઝૂલાએ ઝૂલતા હતા
    કાજળ કાળી ભાવ છલકતી,રાત રઢીયાળી હસતી હતી

    હોઠના જામ છલકી છલકી,વાવાઝોડાના એંધાણ દેતા હતા
    ભીંનીભીંની અંગ સુગંધે,રંગીલી યુવાની તરબોળ હતી

    ધરતી નો એ સાદ હતો, આતો મારો રંગીલો વરસાદ હતો
    કોણે કિધું એ વરસાદ હતો,એતો યૌવનનો ઉભરાટ હતો

    રમેશ પટેલ(આકાશદીપ)

  9. Ramesh Patel Says:

    દિવા સ્વપ્નોમાં સરકી નીરખું સપ્તરંગી રે વાતુ
    સમયને કાંટે ઘૂમે જિંદગી,રાત દિવસ નાથોભુ

    હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે Sureshbhai
    your good thoughts are evergreen-Happy birthday from bottom of heart.
    Ramesh Patel

  10. dhavalrajgeera Says:

    હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે ક્ષીતીજ,
    હર કદમ અવનવા રુપ ધરતી જમીન,
    રંગ બદલે પળે પળ આ ઉંચું ગગન,
    સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર,
    કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

    હર જીવીત માને છે,તે જ છે માત્ર હું,
    હાય!આ સૌને શાને ય સર્જ્યા છે મેં?
    બનીને રહ્યો હોત જો માત્ર હું,
    હાય! દૂનીયા ય કેવી સરળ હોત તો.
    રે! અવીચળ છું, પણ સાવ ખંડીત છું હું.

    - સુરેશ જાની

    You are what you are Bhai Suresh!
    Keep it up.

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  11. અતીતની વ્યથા - સુરેશ જાની « તુલસીદલ Says:

    [...] અતીતની વ્યથા – સુરેશ જાની February 5, 2009 Filed under: Vipasyana — dhavalrajgeera @ 9:00 pm અતીતની વ્યથા – સુરેશ જાની [...]


Leave a Reply