ઉડવુ છે આકાશ, હે, પ્રભુ!
કેમ કરી જાવું આકાશ?
કાયા મુક્ત કરી આત્મ સહ.
વીહગ બનીને સમીરસહારે વીહરુ છું આકાશ.
નીર્બળ છું, પણ જીતેન્દ્રી બની ઉડું અનંત આકાશ,
જ્યોતી ભાળી, ભાનુ પાસે વીજય અપર્ણા સાથ.
મ્રુત્યુંજય તીરુપતી સીધ્ધી વીનાયક,
મહાલક્ષ્મી મા ને વ્રુન્દાવન મહાદેવની પાસ.
ઉડું હીમાળે અનંત આકાશ નીજાનંદની સાથ
ચીદાનંદ ને ઓમકારના નાદ.
નવજીવનની સાથ ત્રીનેત્રાની પાસ.
ઉડવુ છે આકાશ!
- ડો. રાજેન્દ્ર ત્રીવેદી
તાજેતરમાં કરવામાં આવેલા તેમના મગજના સફળ ઓપરેશનની પાર્શ્વભુમાં રચાયેલ પ્રાર્થના ….
પરમ તત્વ તેમની મનોકામના પુરી કરે.