સાથ લઈને બેઠો છું - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on March 16, 2008
શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.
ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું.
તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ - પ્રાણમાં બેઠો છું.
પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ, સુરેશ સહુને સાથે રાખી બેઠો છું.
શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.
- માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી
Posted in ગઝલ, રાજેન્દ્ર ત્રીવેદી | 7 Comments »