નીહાળી ઉપવને પાનખરમાં વ્રુક્ષોની દશા પામું વ્યથા
વદે વ્રુક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા.
સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કુંપળો રાગમાં.
મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને,
દાતા તો દીધ્યા કરશે , તું ખુદ થા સાબદા.
આવતા સપ્તાહે અમે નીમંત્ર્યા છે વનમીત્રોને,
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની
ખીલી સ્રુશ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી,
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં.
ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મીત્રથી
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના
‘આકાશદીપ’ વદે વાહ કુદરત! તારા કરીશ્મા છે
અકળ સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધુળ સમા.
- રમેશ પટેલ (આકાશદીપ)