રંગરાગ – ચીમન પટેલ ‘ચમન’

આજ
ધુળની જેમ
ઉડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?

રંગ ઘોળ્યો, દીલડું ડહોળી
ભરી પીચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?

આજ તો,
મારેય છે રંગા’વું,
પીચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દીલડું મારેય છે બહેલા’વું !

ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પીચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !

ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!

- ચીમન પટેલ ‘ચમન’

5 Responses to “રંગરાગ – ચીમન પટેલ ‘ચમન’”

  1. સુનીલ શાહ Says:

    આજે ધુળેટીએ અમે પણ શબ્દોથી ભીંજાઈ ગયા..!

  2. Satish Parikh Says:

    aavi sumadhur rachanaothi amaru dil pan ek divas tamari rachnaoma rangai jashe

  3. Rajendra Trivedi, M.D. Says:

    DEAR CHIMANBHAI,

    ઉરના કો એકાંતે
    આવી ‘એ’ લઈ પીચકારી
    રંગી દીઘો
    ભીંજવી દીઘો
    મને એના કસુંબલ રંગથી !

    I am enjoyong your poem.

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  4. pravinash1 Says:

    Nice Holi poem.


Leave a Reply