પ્રેમ રસ – રમેશ પટેલ (આકાશદીપ)

પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
પ્રભુ દરબારે પુશ્પે પમરાવી સુગંધ
ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
ને શાન્ત સાગરે ઘુઘવ્યા ઉમંગગાયે કોમળ કુંપળો રે, ગીત
જુઓ મારા પગલે પધારે વસંત
શર્મીલા કોડે રુમઝુમે કળી
સંકોરવા રંગભર્યા ઉરે સંદેશ.

પંખીઓની વ્યોમે હાલી વણઝાર
ભરતી કુદરતના ખોળે સંગીત
ઉતર્યા સુંદર સરોવરને તીર
સારસ સારસી શીખવે અનોખી રે, પ્રીત

કોયલનો ગુંજે ટહુકો વનરાવને
ફાગણના ફાગે ડોલ્યાં રે, મન
પ્રેમ રસે ઝબોળ્યા ઝુરતા અંતર
ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન

રમેશ પટેલ (આકાશદીપ)

2 Responses to “પ્રેમ રસ – રમેશ પટેલ (આકાશદીપ)”

  1. Sweta Patel Says:

    kavi has a feeling to experance love ,from patal to gagan,
    enjoyed the beauty of thought.
    Sweta

  2. સુનીલ શાહ Says:

    સુંદર અભીવ્યક્તી


Leave a Reply