હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહુક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.
કલબલ કલબલ શોરમાં ઝુલ્યા અમે
લઈ દીલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દીવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.
- રમેશ પટેલ(આકાશદીપ)
સરસ પરમતત્વ માટે હેલે ચઢેલી યાદ ગુંજિ
તમારી યાદ નિરંતર આવે.
તમારા વિના જીવન મુજને
સ્વપ્ને પણ ના ભાવે … તમારી યાદ
માનસરે હંસ મળ્યા જેવા
ન્હાયે ને ન્હવરાવે,
મનની વૃતિ તમારે ચરણે
તેમ જ પૂજા લાવે … તમારી યાદ
રગરગ એક તમારું મંગલ
ગીત ચિરંતર ગાવે;
સાથ તમારા સ્વાદ વિના ના
બીજું કૈંયે ફાવે … તમારી યાદ
પૂરણ પ્રેમી ભક્ત તમારો
ફકત જગતમાં કહાવે;
કૃપા કરો કે તપે હવે ના
લેશ વિરહને તાવે … તમારી યાદ
By: pragnaju on April 1, 2008
at 8:30 am
Rememberable song.very well said.
Neil
By: Neil Patel on April 6, 2008
at 3:39 pm
કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ ને વાસંતી ફાગ
આભે ઉડાડવા ઉજાશ…
સુંદર ગુજરાતી કાવ્ય
કેયુર પટેલ
By: Keyur Patel on June 17, 2008
at 9:34 am