ચંદન સ્નેહ - રમેશ પટેલ(આકાશદીપ)
Posted by સુરેશ on April 14, 2008
નથી મીનારા, નથી ઝરુખા, નથી મેડી મેહલાત
નાના ખોરડે શોભે આંગણીયે આંગળીયારી ભાત.
પંખીના કલરવ કામણગારા, નાચે છાપરીએ મોર
લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર.
રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા,
પડવો પાંચમ ગણતાં ગણતાં,થાયે પુનમના અજવાળાં.
વહેલી પરોઢે, સુરના તાલે, પ્રભાતીયાં મીંઠાં ગુંજે,
કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝુલે.
ભોળા દીલનાં ભોળાં માનવી, ભોળી ભોળી રીતો,
નદીના તટે મેળામાં મ્હાલે જીવનભરની પ્રીતો.
હરતાં ફરતાં વાટે વીચરતાં,નયનોમાં વરસે મેહ,
છાનાં છપનાં મલકી મલકી, અંતરમાં ઝીલે સ્નેહ.
ઉશાના રંગે સલુણી સંધ્યાએ, કોઈ શમણામાં રમતું,
પ્રીતના પાનેતર ઓઢી હોંશે કંકુ પગલે પધારતું.
છલકાવી સાચો સ્નેહ સાગરશો, કુંદન જેમ રે તપીયાં
લોહીની સગાઈથી સવાયાં થઈ આયખે રે ઘોળાયાં.
એકબીજા સંગ પ્રેમ પરમશ્વરે, દીધા મન મોટપ સથવારા
દીધા દાતાએ રોટલા ઓટલા, ને સાચા સુખના ઝબકારા.
જીવન પતંગ ઝુલાવ્યો, લોટાવ્યો, અનંત અધ્ધર આભે
આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે.
- રમેશ પટેલ (આકાશદીપ)
April 15, 2008 at 2:19 pm
Enjoyed the beautiful poem.something special experienced.
Vital Patel
April 18, 2008 at 10:39 pm
પડવો પાંચમ ગણતાં ગણતાં થાયે પુનમના અજવાળા…સુંદર સ્ફુરણા ,સુંદર રજુઆત
ચન્દ્ર પટેલ
April 20, 2008 at 7:12 am
રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા,
પડવો પાંચમ ગણતાં ગણતાં,થાયે પુનમના અજવાળાં.
વહેલી પરોઢે, સુરના તાલે, પ્રભાતીયાં મીંઠાં ગુંજે,
કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝુલે.
જીવન પતંગ ઝુલાવ્યો, લોટાવ્યો, અનંત અધ્ધર આભે
આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે.
Dear Akashdeep-Rameshbhai,
To day is a full moon and your poem made me to write this back what you gave it to us.
http://www.yogaeast.net
http://www.bpaindia.org