કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 2nd, 2008

થઈ જાય !- સુનીલ શાહ : એક સમાચાર….

Posted by સુરેશ on May 2, 2008

નીરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પુર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વીસ્તાર થઈ જાય !

ઉઝરડાય ઉજવી લઈએ હ્રદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

રદીફો’ને આ કાફીયા ઉઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

સુનીલ શાહ

તેમના બ્લોગ પર પ્રસીધ્ધ થયેલી તેમની બધી રચનાઓ

     સુનીલભાઈની ઉપરોક્ત ગઝલ બેન્ગાલ સ્પોર્ટીંગ યંગ આર્ટ્સ ક્લબ આયોજીત ઉર્દુ–ગુજરાતી ગઝલ સ્પર્ધામાં, ગુજરાતી વીભાગમાં  ઈનામને પાત્ર ઠરી, એ સમાચાર જ્યારે ઉત્તમભાઈ ગજજરે આપ્યા ત્યારે આનંદ ઉભરાઈ આવ્યો. આ સીધ્ધી માટે સુનીલભાઈ તો આપણી પ્રશંસા અને અભીનંદનના પાત્ર તો છે જ, પણ કદાચ તેથી વીશેશ ગુજરાતી બ્લોગ જગતના જાણીતા અને માનીતા ગઝલકાર અને ગઝલગુરુ ડો. વિવેક ટેલર છે. તેમણે સુચન  ન કર્યું હોત તો, કદાચ સુનીલભાઈએ આ ક્રુતી પ્રતીયોગ્યતા માટે   મોકલી જ ન હોત.

લયસ્તરો ઉપર પ્રસીધ્ધ થયેલી તેમની એક રચના

   સુનીલભાઈની બ્લોગ જગતમાં પ્રસીધ્ધ થયેલ પહેલી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો

 

Posted in 1 | 12 Comments »