કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

વદે રાઈનો દાણો - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on May 29, 2008

ન જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
ધ્રુજે બ્રહ્માંડ ઉર્જા વીસ્ફોટે, એ પરમાણું નાનો.

નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
મહાસાગર થઈ બાપ સવાયા સીંહ સમા ગરજતા.

તમે માનો એટલા સૌને નાના ના સમજતા
વીશાળ વ્યોમને ભેગા મળીને ભરતા નાના તારા.

નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટુંકી.

નાજુક નમણાં નાના અંકુરો રઝળે ઠોકર ખાતાં,
જળથળના સથવારે અજબ ગજબના ખેલ કરે રુપાળા.

નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
સુક્ષ્મમાં સંચીત વીરાટ શક્તી એ પરમેશ્વરને પ્યારી.

હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
મોટા એવા કરશે પ્રભુજી,સમાશે સર્વ અજવાળાં.

રમેશ પટેલ(આકાશદીપ)

નાનાની ગરીમા ઉજાગર કરતું આ કાવ્ય મને બહુ જ ગમ્યું છે.

It reminds me of one English poem , I studied at S.S.C.  

Lily of a day
is fairer far in May.
Although it falls and dies that night,
It was the plant and flower of light.

In small measures, we may just beauties see.
In short measures too, life may perfect be.

5 Responses to “વદે રાઈનો દાણો - રમેશ પટેલ(આકાશદીપ)”

  1. Chirag Patel Says:

    झाकळे पण आभ स्फुरती कवीता. सरस लागी.

  2. Neil Patel Says:

    રાઈ નો દાણો..ખૂબ જ સુંદર કાવ્ય.આભીનંદન.
    નીલ પટેલ

  3. Keyur Patel Says:

    હળવા હલકા થાજો, ભલે કહે સૌ નાના…સમાશે સર્વ અજવાળા
    સુંદર અભિવ્યક્તી
    કેયુર પટેલ

  4. Chandra Patel Says:

    સુંદર કાવ્ય માળા આકાશદીપની માણવા મળી..એક એકથી ચઢીયાતી.રચનાઓ લાગી.
    ચન્દ્ર પટેલ

  5. jayanti Says:

    મનથી બાળક રહીએ તો ભૈ, કદી ન રડતા રહીએ! good……….

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>