બીચારું ભુલકું- રમેશ પટેલ(આકાશદીપ)
Posted by સુરેશ on May 30, 2008
દફ્તર પાટીને દીધી છુટ્ટી, હલકા ફુલકા થઈ રમશું માડી!
ધીંગામસ્તી નદીની રેતી, ઝુલવું હવે પીપળની ડાળી.
રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી.
ઓટલે બેસી વડીલ વીચારે, ભુલકાંની બેહાલી,
શાળાની છુટ્ટી , વીકાસ-વ્યાધીએ હાય કેવી લુંટી?
વીજ્ઞાનયુગમાં માનવ તને દીઠો યંત્ર જ થાતાં,
વેકેશન-વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા.
હરીફાઈ, ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
પ્રકૃતી ખોળે રમતાં ઝુમતાં હરખવાનું ભુલાયું.
ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગામસ્તી
નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામુડી.
- રમેશ પટેલ(આકાશદીપ)
વાત તો સાચી. પણ વેકેશનમાં પ્રવૃત્તીના અભાવે ‘બોર’ થતાં બાળકો પણ જોયાં છે!
રમેશભાઈનો આભાર. તેમણે ગદ્યમાં ગળાડુબ ડુબેલા આ જણની ઉપેક્ષાથી ‘કાવ્યસુર’ને ઉગાર્યું છે!
આ બાળકની કવીતા પણ વાંચશોને?-
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/
May 30, 2008 at 1:23 pm
બાળપણ એટલે આનંદનો ખજાનો.આ ખજાનાને સુંદરરીતે ધરી ,વાસ્તવીકતા નું સચોટ દર્શન
આકાશદીપની કલમ કરાવીગઈ.તમારી રચનાઓ વાંચવી ગમે અને વાગોળવી ગમે તેવી છે.
અભીનંદન.
કેયુર પટેલ
June 4, 2008 at 9:30 am
સુંદર કાવ્ય માળા આકાશદીપની માણવા મળી..એક એકથી ચઢીયાતી.રચનાઓ લાગી.
ચન્દ્ર પટેલ
June 16, 2008 at 1:41 pm
બાળપણ ની મહામૂડી વાગોળવી સૌને ગમે.સમય પરીવર્તન સાથે થોડું તો ગુમાવ્યાનું
ભાન થાયછે.
વાહ રાઈ ના દાણા ની કમાલની વાત સૌને આકાશદીપ અનેરી રીતે કહી ગયા. ધન્યવાદ.
વિતલ પટેલ
June 30, 2008 at 9:36 pm
ભાર વીનાના(!) આ ભણતરે બાળપણ છીનવી લીધું છે તે વાતની સરસ રજુઆત.