કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

શ્રાવણી પુનમ - રમેશ પટેલ (આકાશદીપ)

Posted by સુરેશ on July 23, 2008

શ્રાવણી પુનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પુનમના અજવાળા

ફુલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પુનમના અજવાળા

ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પુનમનાં અજવાળાં

રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફુવારા
કે આજ ખીલ્યા પુનમના અજવાળા

ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પુનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પુરશે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પુનમના અજવાળા

-  રમેશ પટેલ (આકાશદીપ)

3 Responses to “શ્રાવણી પુનમ - રમેશ પટેલ (આકાશદીપ)”

  1. Mukund Desai-''MADAD'' Says:

    good.what is your email?

  2. Ramesh Patel Says:

    Dear Shri Mukund desai,
    Thanks for sharing your views and inspiration.
    my e.mail…rjpsmv@yahoo.com
    With regards
    Rameshchandra Patel

  3. Snehal Patel Says:

    રક્ષા બંધનના ભાવ ને ઉજાગર કરતું સુંદર ગીત .
    સાચે જ ખીલ્યા પૂનમના અજવાળા.
    સ્નેહલ પટેલ

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>