નથી ઘૂંઘટ કે લાગે શર્માળું કે
તોય મારું આભલું કેટલું રુપાળું
નથી ફૂલડું કે રેશમ રુપાળું ને
તોય એતો નમણું ને લાગે નીરાળું
નથી મુગટ કે કુંડલ ખન-ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું
ઉડે પંખી શાં મસ્ત એને ખોળલે
ધરે મેઘ સપ્તરંગો એને કોટડે
ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી
એતો સૂરજ સજ્યું રે સોહામણું
એનું પાવન દર્શન શું લોભામણું
ઝૂમે તરુવર પંખીગાન સાથજી
પામું દર્શન ને પાય લાગું નાથજી
- રમેશ પટેલ(આકાશદીપ)
Very sweet geet.
khub gamyu.
Chandra Patel
By: Chandra Patel on April 26, 2009
at 5:11 pm
શ્રી સુરેશભાઈ
સાદર નમસ્તે
હનુમાન દાદા બધાને ચક્રવાતથી દૂર રાખે એવી પ્રાર્થના.
પણ કાવ્ય કેવુ લાગ્યું?
આભલું નીરાલું…
આ ગીતની રચના બાદ,કાવ્યને સાહીત્યિક રીતે નાણી જોવા
આદરણીય શ્રીજુગલકીશોરજીની મદદ મળી.
તેમણે ઘણા જ ઉત્સાહ પૂર્વક માર્ગદર્શન સાથે ખૂબજ
ઉપયોગી દોરવણી આપી.
તાલ ની મારી કમીઓ કેવી રીતે દૂર થાય તે
સરસ રીતે સમજાવ્યું.
ત્યારબાદ કાવ્યસૂર દ્વારા આપે વધામણી આપી.
આપ સર્વ નો હૃદયથી આભાર.
રમેશ પટેલ(આકાશદીપ)
By: Ramesh Patel on April 26, 2009
at 5:31 pm
ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી
Real picturisation by words for sky .
Enjoyed and seen.
Chirag Patel
By: Chirag patel on May 6, 2009
at 10:15 pm
નથી ઘૂંઘટ કે લાગે શર્માળું કે
તોય મારું આભલું કેટલું રુપાળું
maja aavI.As nice as evening.
Hetal Patel
By: Hetal Patel on July 17, 2009
at 10:04 pm