પીળું છે જે પીળું રહેતું, લીલું છે તે પીળું બનતું,
પીળાં ચશમાં પહેરો તો, બધું ધોળું પીળું બનતું.
પીળાને સાથ આપીને, બને પાગલ પીળા લોકો
નીહાળી એ તમાશો, શોકમાં ભરપુર મન બનતું.
પીવાડે ઝેર જો કોઈ, સુનહરા પાત્રમાં રેડી
અરે! પાગલ સમજ; એ ઝેરનું અમૃત નથી બનતું.
પીળા રંગે રમેલા, એ પીતાંબરધારી મનવંતર
લુંટાયા આખરે કાબા વડે, લો! એમ પણ બનતું.
પીળાં પાનાં, શબદ પીળાં, પીળા નેતા, પીળા લોકો
પીળા માહોલમાં સાચું કહું તો સૌ પીળું બનતું.
——————-
- સુરેશ જાની
20, મે- 2009 , અરવીન
“પીળા”ને બહુ યોગ્ય વાપર્યું.
“પીળું” તો સોનુ પણ હોઈ શકે એમ હકારાત્મક લાગણી લઈને માણું છું.
By: Chirag Patel on May 22, 2009
at 8:54 am
દહેશત છે કે વાયરસ એ થી ઝી સુધી તો…
બાકી પડ્યા પીળા પ્રકાશમા તો અભિનય કહેવાશે
યાદ આવ્યું
થોડી જ વારમાં તડકાનાં પીળાં ઝાડ પર ઊગવા માંડે
પીળા પીળા કાંટા
કાંટા મોટા થાય…
કાંટા તલવાર, ભાલા, તીર, મંકોડાના ચટકા, વીંછીના ડંખ
થાય થાય થાય થાય થા…
તડકાનાં ગીત (ગ)વાય
એતો ઊગ્યા’તા સૂરજની સાખે કે કાંટા પીળા પીળા..
એતો વાગ્યા અવાવરુ આંખે કે કાંટા પીળા પીળા..
એતો સૂમ્મસૂમ્મ કરતા ઊડ્યા કે કાંટા પીળા પીળા..
એતો અંદર ને બા’ર્ બધે બૂડ્યા કે કાંટા પીળા પીળા..
By: pragnaju on May 22, 2009
at 10:05 pm
Told so manything about yallow vision?.
but there should not be any prejudice view from anybody.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on May 22, 2009
at 10:21 pm
EMBRYO SD from illuzia.net on Vimeo.
By: Neepra on May 22, 2009
at 10:36 pm
આપની રચના સરસ છે.
આપને એક રજૂઆત છે કે હાસ્ય કવિતા કે શાયરી લખો
By: Falgun Jani on September 27, 2009
at 3:50 am
kahari vat chee shaheb
By: vivektank on September 28, 2009
at 10:55 am