Posted by: સુરેશ | July 5, 2009

પાનખર

થોડાક ફેરફારો સાથે ફરીથી પ્રકાશિત..

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.

જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.

પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી  જિંદગી ઉગશે.

- સુરેશ જાની

30 – ઓક્ટોબર – 2006


Responses

  1. Very nice sonet.Congrates Sureshbhai

  2. This is an excellent representation of Enjoy while you can.

  3. સરસ સૉનેટ છે, સુરેશભાઈ… છંદ પણ સરસ જાળવી જાણ્યો છે, અભિનંદન…. !

  4. સુરેશભાઈ
    અભિનંદન

  5. [...] પાનખર [...]

  6. સુન્દર સૉનેટ. ગમ્યું. આજ રીતે છંદમાં ક્યારેક ક્યારેક લખતા રહો.

    શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
    નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.

  7. સરસ મઝાનું ઉર્મીકાવ્ય બન્યું છે.

  8. જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
    સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
    ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
    નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.

    vaah Sureshbhai ,મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
    already grownup.
    અભિનંદન
    Ramesh Patel(Aakashdeep)

  9. નવા પ્રયોગને ‘સ્વાગતમ્’ અને અભીનંદન.

    એક વસ્તુ ખાસ. આ છંદ માત્રામેળ જણાયો છે. સૉનેટમાં મોટે ભાગે અક્ષરમેળ જ કવીઓ સ્વીકારે છે. તમે અહીં આ પણ એક સરસ કાર્ય કર્યું છે.

  10. ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
    નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
    Vah !! Vah!!
    have Ankh Ughadi ne !!

    http://www.bpaindia.org
    http://www.Yogaeast.net


Leave a response

Your response:

Categories