Posted by: સુરેશ | August 30, 2009

ગ્રીષ્મ

છંદ વસંતતિલકા

ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા

……………………………..

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

—————————————————

8 ઓગસ્ટ – 2009

30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.


Responses

  1. Something good after a long time.

  2. સુરેશદાદુ, તમે સરસ રચના કરી ને છંદ માટેની તમારી પ્રબળ ઈચ્છા પુરી કરી, વળી એય તે સૉનેટના ફોર્મમાં. (જોકે આ પહેલાંય છંદમાં તમે લખ્યું જ છે. પણ આ સૉનેટ એના ધોરણો જાળવે છે તેથી ધ્યાન ખેચે છે)

    વસંતતિલકા છંદ માત્રામેળ નથી, એ અક્ષરમેળ છંદ હોઈ એમાં ૧૪ અક્ષરોનું બંધન જાળવવું અનીવાર્ય હોય છે.

    મજાના કાવ્ય બદલ, ખાસ કરીને છંદોબદ્ધ કાવ્યક્ષેત્રને ઝંકૃત કરવા બદલ ને એથીય વીશેષ સૉનેટ બદલ તો ખાસમ્ ખાસ ને ખુબ જ ધન્યવાદ !!

  3. સુંદર રચના.૧૩/૧૪ લાઇનમા સોનેટને જરુરી એવો “અંત” પણ સરસ છે.
    અભિનંદન !
    ભરત પંડયા

  4. સુરેશભાઈ
    ઉનાળાની શાંત ગતિ અને ભાર ભરેલી ગતિ
    છંદને કારણે અનુભવાય છે, પહેલી બે પંક્તિઓમાં
    શાતાનો ભાવ અને બીજી બન્નેવમાં ગ્રીષ્મનો સોસ.
    ઉનાળો અને જીવન આજ છે શાત કે સોસ,
    સરસ !
    meet me@ http;//himanshupatel.wordpress.com
    thank you

  5. ખુબ જ સુંદર રચના.. મઝા પડી…

    અભીનંદન.

  6. Excellent Poetry- Great Sonet-

  7. યાદ આવ્યો
    ગઈ સદીનો પાંચમો દાયકો-
    ભાવનગરની એસ.એન.ડી.ટી કોલેજ અને
    અમારા પ્રો સુશીલાબેન ભટ્ટે પ્રશ્ન પૂછાયો
    પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
    છૂરી વતી જરીક કાતળી એક કાપી;
    ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
    ને કૈં વિચાર કરતો નર તે ગયો પી
    .નો છંદ અને મેં કહ્યું… વસંતતિલકા :
    અને…ત્યારે ખબર ન હતી કે અક્ષરો-બંધારણ :
    ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/ ગા, ગા.
    અને હજુ કાઠા ચઢતા નથી..માજીરાજની સાથે બેસતી સખી પદ્મલા ઝવેરચંદ મેઘાણીએ પંક્તીઓથી છંદ યાદ રાખવાનું સરળ છે કહી આ શીખવ્યું હતું તે યાદ આવ્યું.
    રપાની ‘કુરુક્ષેત્ર’ વખતે ફરી યાદ આવી હતી. પણ સાચું પૂછો તો સંસ્કૃત વૃત્તમેળ છંદોની મને ગતાગમ નહીં. ! વિવિધ લય પણ આમ તો કાન દ્વારા શીખ્યા!!બધા મને હસે કે ફ્લુક તો બીજો દાખલો આપું ?
    એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
    માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
    ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
    એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
    મૂળવાત બાજુએ રહી અને મારી કેટલીય વાર કરેલો લવારો લખી જ કાઢ્યો!
    ——————–
    સરસ છંદોબધ્ધ કાવ્ય—ધન્યવાદ

  8. Sundar, ati sundar Rachna, keep it up, thankyou for sending Ucha koti ni Rachnao mate. Aapne Ghanoj Abhar, Bhavishya ma aavi Rachnao jaroor mokalta Rahesho ? ….Vinod Khimji Prajapati, Editor Agnichakra Gujarati Magazine, 3, Vinod Khimji Road, Bharat Compound, Kurla West Mumbai-400 070 mobile:09820373837

  9. Very Good Rachanao, keep it up. Vinod Khimji Prajapati, editor Agnichakra, 3, vinod Khimji Road, Bharat Compond, Bail Bazar, Kurla West Mumbai-400 70, Please read Gujarati agazine AGNICHaKRa free of Charge, pl write your postal address

  10. Excellent creation. COngratulations. Thanks for sharing

  11. very nice.thanx DADA

  12. અભીનન્દન સુ.દાદા. છન્દ અને એમાય સૉનેટ

  13. દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
    ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
    આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
    પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે.

    Very expressive…..

    http://www.yogaeast.net

  14. દાદા,
    ખુબ જ સરસ સોનેટ, ખરેખર સૂરજ વગર આ દુનિયા નું અસ્તિતત્વ નથી.
    આ માટે તમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા પડે. આપે સાહિત્યના દરેક ક્ષેત્રે સુપેરે સુપર્બ ખેડાણ કર્યું છે. અભિનંદન !!

  15. SARAS SONET KAAVYA, congratulations, Shri Sureshbhai, a new experience from you, keep it up……..

  16. વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
    શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

    sureshabhai, very nice.

  17. Haiyu hachmachaavi de tevi aa rachana aapna samruddh sahitya vaarsa nu ek pratik gani shakay.
    A s t u……………………….

    Norbury,
    london.

  18. Saras Sureshbhai,
    Chupayali kala nu pragatta.
    Divya Vasant Tilaka kadi kirti Gase.

  19. something good poem

  20. સુરેશભાઈ
    ખુબ જ સુંદર રચના.. મઝા પડી…

    Very Nice and Excellent creation

    અભીનંદન.
    કમલેશ પટેલ -કેનેડા

  21. good
    atul-kusum

  22. Very nice sonet Sureshbhai.
    Sapana

  23. v.nice…. !
    congrats, dada !!


Leave a response

Your response:

Categories